ધી કરીમનગર કો-ઑપરેટિવ અર્બન બેંક લિમિટેડ, કરીમનગર, તેલંગાણા પર લાદવામાં આવેલ દંડ
ફેબ્રુઆરી 13, 2019 ધી કરીમનગર કો-ઑપરેટિવ અર્બન બેંક લિમિટેડ, કરીમનગર, તેલંગાણા ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક ની સાથે કલમ 46(4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ધી કરીમનગર કો-ઑપરેટિવ અર્બન બેંક લિમિટેડ, કરીમનગર, તેલંગાણા પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા અનુપાલન અહેવાલની પ્રસ્તુત કરવા માટે જારી કરવામાં આવેલ નિર્દેશો/માર્ગદર્શિકાઓ/સૂચનોનું ઉલ્લંઘન કરવા બદલ ₹ 50,000 (રૂપિયા પચાસ હજાર ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેની પ્રતિક્રિયારૂપે બેંકે લેખિત પ્રત્યુત્તર પ્રસ્તુત કર્યો હતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકના ઉત્તરને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1927 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: