આરબીઆઈ કોણાર્ક અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, થાણે, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે
તારીખ: 07 સપ્ટેમ્બર 2018 આરબીઆઈ કોણાર્ક અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, થાણે, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી કોણાર્ક અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, થાણે, મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ડાયરેક્ટર સંબંધિત લોન/ ધિરાણ અંગેની સૂચનાઓ /માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવા બદલ ₹ 5.00 લાખ (રૂપિયા પાંચ લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબમાં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો અને તેના પર રૂબરૂ રજૂઆતો પણ કરી હતી. કેસ ના તથ્યો અને બેંકના આ બાબત પરના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉપરોક્ત ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2018-2019/577 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: