ભારતીય રિઝર્વ બેંકે રુપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, પુના ને જારી કરેલ નિર્દેશની અવધી વધારી
21 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકે રુપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, પુના ભારતીય રિઝર્વ બેંકે (તારીખ 20 ઓગષ્ટ, 2015 ના તેના નિર્દેશ ક્રમ ડીસીબીઆર.કેકા.એઆઈડી/ડી-10/12.22.218/2015-16 ના માધ્યમથી) રુપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, પુના, મહારાષ્ટ્ર ઉપર જારી કરેલ નિર્દેશની અવધીને વધુ છ માસ અર્થાત્ 22 ઓગષ્ટ 2015 થી 21 ફેબ્રુઆરી 2016 સુધી લંબાવી છે તથા આ નિર્દેશ સમિક્ષાધીન રહેશે. મૂળભૂત રીતે આ નિર્દેશને 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગષ્ટ 2013 સુધી લાદવામાં આવેલ હતો જે ત્રણ વખત છ મહિના માટે અને બે વખત ત્રણ મહિના માટે લંબાવવામાં આવેલ હતો. છેલ્લે 21 મે 2015 થી 21 ઓગષ્ટ 2015 સુધી ત્રણ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 56 ને કલમ 35કની પેટા કલમ (1) સાથે વાંચતા પ્રાપ્ત સત્તાનો પ્રયોગ કરીને ઉક્ત નિર્દેશ લાદવામાં આવેલ હતો. આ નિર્દેશની પ્રતિ બેંકના પરિસરમાં જાહેર જનતાની સૂચના માટે લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉક્ત નિર્દેશ જારી કરવાનો એમ અર્થઘટન ન કરવામાં આવે કે ભારતીય રિઝર્વ બેંકે બેંકનુ લાઇસંસ રદ કર્યું છે. પોતાની નાણાકીય સ્થિતિ સુધરે ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે તેનો બેંકિંગ કારોબાર જારી રાખી શકશે. પરિસ્થિતિના આધાર ઉપર ભારતીય રિઝર્વ બેંક તેને જારી કરેલા નિર્દેશમાં ફેરફાર કરવાનું વિચારી શકે છે. સંગીતા દાસ પ્રેસ પ્રકાશન : 2015-2016/467 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: