આરબીઆઈ ધી ઇન્ડીયન મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ, ઉત્તરપ્રદેશને જારી કરેલ નિર્દેશો (ડાયરેકશન્સ) ની વૈદ્યતા લંબાવે છે
તારીખ: 12 સપ્ટેમ્બર 2018 આરબીઆઈ ધી ઇન્ડીયન મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ, ઉત્તરપ્રદેશને જારી કરેલ નિર્દેશો (ડાયરેકશન્સ) ની વૈદ્યતા લંબાવે છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) ધી ઇન્ડીયન મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌને જારી કરેલ ડાયરેકશન્સ, સમીક્ષાને આધીન, 12 સપ્ટેમ્બર 2018 થી 11 માર્ચ 2019 સુધી વધુ છ માસના સમયગાળા માટે લંબાવેલ છે. ઉક્ત બેંક બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ)ની કલમ 35A ની પેટા કલમ (1) હેઠળ જારી કરેલ તારીખ 04 જૂન 2014ના ડાયરેકટીવ અન્વયે 12 જૂન 2014થી ડાયરેકશન્સ હેઠળ હતી. ઉપરોક્ત ડાયરેક્ટીવને આરબીઆઈના તારીખ 30 જુલાઈ 2014, 08 ડીસેમ્બર 2014, જૂન 02 2015, 07 સપ્ટેમ્બર 2015, 19 ઓકટોબર 2015, 07 ડીસેમ્બર 2015, 04 માર્ચ 2016, 02 સપ્ટેમ્બર 2016, 25 નવેમ્બર 2016, 09 માર્ચ 2017, 01 સપ્ટેમ્બર 2017, 06 માર્ચ 2018ના ડાયરેકટીવ અન્વયે સુધારવામાં આવ્યો હતો/ તેની વૈદ્યતા લંબાવવામાં આવેલી હતી. ડાયરેકટીવની વૈદ્યતા, જે છેલ્લે 11 સપ્ટેમ્બર 2018 સુધી લંબાવવામાં આવેલી હતી તેને, 07 સપ્ટેમ્બર 2018ના ડાયરેકટીવ અનુસાર, સમીક્ષાને આધીન 12 સપ્ટેમ્બર 2018 થી 11 માર્ચ 2019 સુધી વધુ છ માસના સમયગાળા માટે લંબાવેલ છે. ઉપરોક્ત 07 સપ્ટેમ્બર 2018ના ડાયરેકટીવની એક નકલ જાહેરજનતાના સભ્યોના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડાયરેકટીવમાં કરવામાં આવેલ સુધારાનું અર્થઘટન બેન્કની નાણાકીય સ્થિતીમાં સુધારો કે ખરાબી સૂચવતો નથી. સંજોગોના આધારે રીઝર્વ બેંક ડાયરેકટીવમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/601 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: