સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ - ડીઆર/એડીઆર/એફડીઆઈ/એફઆઈઆઈ/આએફપીઆઈ/એનઆરઆઈ/પીઆઈઓ – મેસર્સ કોટક મહિન્દ્ર બેંક લિ
09 માર્ચ 2016 સંવિભાગ રોકાણ યોજના અંતર્ગત ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણ ઉપર દેખરેખ – પ્રતિબંધ સૂચિમાંથી નામ દૂર કરવુ - ભારતીય રિઝર્વ બેંકે આજે અધિસૂચિત કર્યું છે કે મેસર્સ કોટક મહિંદ્રા બેંક લિમિટેડમાં વૈશ્વિક નિક્ષેપાગાર રસીદો (જીડીઆર) / અમેરિકી નિક્ષેપાગાર રસીદો (એડીઆર)મ/ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) / વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ)/ રજીસ્ટર્ડ વિદેશી સંવિભાગ રોકાણકારો (આરએફપીઆઈ) / બિનરહીશ ભારતીયો (એનઆરઆઈ) / ભારતીય મૂળની વ્યક્તિઓ (પીઆઈઓ) ના માધ્યમથી કુલ શેર ધારણ (aggregate share holding) વર્તમાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ નીતિના અંતર્ગત નિર્ધારિત મર્યાદાથી ઘટી ગઈ છે. આથી ઉપરોક્ત બેંકના શેરોની ખરીદ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો તત્કાળ અસરથી દૂર કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે ફેમા 2000 ના અંતર્ગત અધિસૂચના જારી કરેલ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2126 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: