કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં આવેછે તે અંગે ચેતવણી
તારીખ : જુન 30, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં ભારતીય રિઝર્વ બેંક ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ / પ્રાયમરી કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસેથી થાપણો સ્વીકારે છે .જાહેર જનતા ને આથી ચેતવવામાં આવે છે કે આવી કો-ઓપરેટીવ સોસાયટીઓ ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) અંતર્ગત કોઈ લાયસન્સ આપવામાં આવેલ નથી કે તેઓ બેન્કિંગ બીઝનેસ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિકૃત નથી . આવી સોસાયટીઓ માં મુકેલ થાપણો ને ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી કોઈ વીમા સુરક્ષા મળતી નથી. જાહેર જનતા ને સલાહ આપવામાં આવે છે કે આવી સોસાયટીઓ સાથે સાવધ રહી, યોગ્ય તપાસ કર્યા પછીજ વ્યવહાર કરવા. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2016-2017/3546 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: