RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2
High Contrast Version
High Contrast Version
Text Size
Text Size
PwC_SIT

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78491948
નકલી નોટો ની શોધ અને જપ્તી

નકલી નોટો ની શોધ અને જપ્તી

RBI/2016-17/102
DCM (FNVD) No.1134/16.01.05/2016-17

27 ઓક્ટોબર 2016

ચેરમન & મેનેજીંગ ડાયરેક્ટર
મુખ્ય વહીવટી અધિકારીઓ
તમામ બેંકો

પ્રિય મહોદય / મહોદયા

નકલી નોટો ની શોધ અને જપ્તી

અમારા ધ્યાન પર આવ્યું છે કે અનૈતિક તત્વો, જાહેરજનતા ના કેટલાક સભ્યોના ભોળપણ તથા અસાવધ સ્વભાવ નો લાભ ઊઠાવી સામાન્ય વ્યવહારો દરમ્યાન ઉચ્ચતર મૂલ્ય વર્ગોની નકલી ભારતીય ચલણી નોટો ને પરિભ્રમણ (સર્ક્યુલેશન) માં મૂકી રહ્યા છે.

2. ઉપર ના સંજોગો માં, જાહેર જનતા ના સભ્યો ને પ્રેસ પ્રકાશન (નકલ સંલગ્ન) મારફતે રોજિંદાસામાન્ય વ્યવહારો દરમ્યાન નોટોને સ્વીકારતા પહેલાં તેને તપાસવાની આદત પાડવા અને ભારતીય બેન્કનોટો ની નકલ થતી અટકાવવા મદદ કરવાની વિનંતી કરવામાં આવેલ છે.

3. આ સંબંધમાં , તારીખ 20 જુલાઈ 2016 નો નકલી નોટો ની શોધ અને જપ્તી ને લગતો માસ્ટર પરિપત્ર DCM (FNVD) No.G-6/16.01.05/2016-17 નો સંદર્ભ જુઓ કે જેમાં બેંકો ને એ સુનિશ્ચિત કરવાનું જણાવાયું છે કે બેન્કિંગ સીસ્ટમ માં પ્રવેશ કરતી નકલી નોટો ને ઝડપથી શોધવામાં આવે અને કોઇપણ સંજોગો માં રજુ કરનાર ને પરત આપવામાં ન આવે કે તેમને પુન: જારી કરવામાં ન આવે. બેંકો ને એ પણ જણાવાયું છે કે નકલી નોટો ની તપાસ/ શોધ ને સરળ બનાવવા ના હેતુ થી તમામ બેંક શાખાઓ/ નિશ્ચિત કરેલી બેક ઓફિસો (back offices) ને અલ્ટ્રા-વાયોલેટ લેમ્પ/ અન્ય યોગ્ય બેંક નોટ સોર્ટીંગ/ તપાસ મશીનો થી સજ્જ કરવામાં આવે. વધુમાં, બેન્કો એ સુનિશ્ચિત કરવું જોઈએ કે રૂ. 100 કે તેથી ઉપરના મૂલ્યવર્ગ માં રોકડ પ્રાપ્તિ ને નોટો ની અધિકૃતતા માટે મશીન દ્વારા પ્રક્રિયા કર્યા વિના પુન: પરિભ્રમણ માં ન મુકે. ઉપરોકત સૂચનાઓ દૈનિક રોકડ પ્રાપ્તિ ની માત્રા ને ધ્યાનમાં લીધા સિવાય તમામ બેંક શાખાઓ ને લાગુ પડે છે. કોઇપણ પ્રકાર ના અપરિપાલન ને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ તારીખ 19 નવેમ્બર 2009 ના નિર્દેશ Directive No.3158/09.39.00 (Policy)/2009-10 ના ઉલ્લંઘન તરીકે અર્થઘટન કરવામાં આવશે.

4. બેંકો એ પણ સુનિશ્ચિત કરે કે આગળ ની હરોળ નો અને બેક ઓફિસ નો રોકડ ની લેવડ દેવડ કરતો સ્ટાફ બેંક નોટ ના સુરક્ષા લક્ષણો થી સંપૂર્ણ પરિચિત અને સારી રીતે તાલીમબદ્ધ હોય. શાખાના સ્ટાફ અને ગ્રાહકો ને નકલી નોટો ની શોધ અંગે શિક્ષિત કરવા ના હેતુ થી અમારી વેબ સાઈટ /en/web/rbi/rbi-kehta-hai/know-your-banknotes પર ઉપલબ્ધ માહિતી તેમના ધ્યાન પર લાવે.

5. નકલી નોટો ના પરિભ્રમણ માટે મદદગારી કરતા લોકો ની ઓળખ ને સરળ બનાવવા માટે, બેંકો ને બેન્કિંગ હોલ વિસ્તાર અને કાઉન્ટરો ને CCTV સર્વેલન્સ અને રેકોર્ડીંગ હેઠળ આવરી લેવાનું અને રેકોર્ડીંગ ની જાળવણી કરવાનું જણાવાયું છે.

6. અમે પુનરુક્તિ કરીએ છીએ કે બેંકો ની, નકલી નોટો ની શોધ અને જપ્તી માં અને આવી નોટો નું પુન: પરિભ્રમણ થતું અટકાવવામાં, નિષ્ફળતા ઉપર ઉલ્લેખેલા નિર્દેશો નું ઉલ્લંઘન હશે અને, તેથી, શિક્ષાત્મક પગલા ને પાત્ર ગણાશે.

7. કૃપયા પ્રાપ્તિ સુચના આપો

આપનો વિશ્વાસુ,

(પી. વિજયકુમાર)
મુખ્ય મહાપ્રબંધક

સંલગ્નક: ઉપર મુજબ

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?