સ્પેસીફાઇડ બેંન્ક નોટ્સ (SBNs) જમા કરાવવા બાબત – મુદ્રા તિજોરી (Currency Chest) ની મર્યાદા(Limit)/રોકડ ધારણ કરવાની મર્યાદા(Limit).
RBI/2016-17/226 13 ફેબ્રુઆરી, 2017 ચેરમેન/મેનેજીંગ ડારેક્ટર/મુખ્ય વહીવટીઅધિકારી પ્રિય મહોદય/મહોદયા સ્પેસીફાઇડ બેંન્ક નોટ્સ (SBNs) જમા કરાવવા બાબત – મુદ્રા તિજોરી (Currency Chest) ની મર્યાદા(Limit)/રોકડ ધારણ કરવાની મર્યાદા(Limit). કૃપયા ઉપરોક્ત વિષય બાબતમાં અમારા પરિપત્ર DCM. (PLG) No. 1459/10.27.00/2016-17 તારીખ 28 નવેમ્બર 2016 ના ફકરા નંબર 2 (II) નું અવલોકન કરો. તેમાં દર્શાવ્યા મુજબ સમીક્ષા કર્યા બાદ એવો નિર્ણય કરવામાં આવેલ છે કે 10 નવેમ્બર, 2016 થી મુદ્રા તિજોરી માં જમા કરવામાં આવેલ SBN જ્યાં સુધી બીજી સુચના આપવામાં ના આવે ત્યાં સુધી તેને મુદ્રા તિજોરીની સિલકમાં જુની નોટો ની શ્રેણી માં ગણવામાં આવશે. પણ આવી જમા કરાવેલ નોટો ની ગણતરી મુદ્રા તિજોરી ની સિલક મર્યાદા/રોકડ ધારણ કરવાની મર્યાદા નક્કી કરવા માટે ગણતરી માં લેવામાં આવશે નહી. આપનો વિશ્વાસુ, (એસ રે) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: