સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16
24 નવેમ્બેર 2015 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2015-16 ભારતીય રિઝર્વ બેંકે ભારત સરકારના પરામર્શથી તારીખ 30 ઓક્ટોબર 2015 ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં. 939/14.04.050/2015-16 અને 04 નવેમ્બર 2015ના પરિપત્ર આઈડીએમડી.સીડીડી.સં. 968/14.04.050/2015-16 થકી સૉવરીન સુવર્ણ બોન્ડ, 2015-16 જારી કરવા માટે અધિસૂચિત કર્યું હતું. સૉવરીન સુવર્ણ બોન્ડ્સનો પહેલો ભાગ 5 નવેમ્બર 2015 થી 20 નવેમ્બર 2015 સુધી ભરણા માટે ખુલ્લો હતો. બોન્ડ 26 નવેમ્બર 2015 ના રોજ જારી કરવાના હતા. બેંકો તથા પોસ્ટ ઓફિસોમાં મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ છે. વિશેષ કરીને, પોસ્ટ ઓફિસો દ્વારા ભારતીય રિઝર્વ બેંકની ઈ-કુબેર પ્રણાલીમાં અરજીઓને સહજ રૂપથી અપલોડ કરી શકાય તે માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સૉવરીન સુવર્ણ બોન્ડની જારી કરવાની તારીખને 26 નવેમ્બર 2015 થી બદલીને 30 નવેમ્બર 2015 કરવામાં આવે. ઉપરના પરિપત્રોની અન્ય શરતો તથા નિયમો યથાવત્ છે. અનિરૂધા ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2015-2016/1236 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: