સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના, 2016
જાન્યુઆરી 14, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ યોજના, 2016 ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ નો બીજો તબક્કો જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ જાન્યુઆરી 18, 2016 થી જાન્યુઆરી 22, 2016 સુધી સ્વીકારવા માં આવશે. બોન્ડ્સ ફેબ્રુઆરી 8, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL) અને નિયુક્ત પોસ્ટ ઓફિસો દ્વારા કરવામાં આવશે. બોન્ડ ફાળવાળી દ્વારા કરતું ઋણ ભારત સરકાર ના બજાર ઋણ કાર્યક્રમના ભાગરૂપે હશે. એ યાદ કરાવવા નું કે માનનીય નાણાં પ્રધાને યુનિયન બજેટ માં સોવરીન સુવર્ણ બોન્ડ ઘન સોનું ખરીદવા માટે વિકલ્પ રૂપે નાણાંકીય અસ્ક્યામતો ના વિકાસ વિષે જાહેરાત કરી હતી. તે મુજબ પહેલો તબક્કો ભરણું ભરવા માટે નોવેમ્બર 05 થી નોવેમ્બર 20, 2015 સુધી ખુલ્લો હતો. બોન્ડ ની લાક્ષણિક્તાઓ નીચે આપેલ છે.
અજિત પ્રાસાદ પ્રેસ પ્રકાશન: 2015-2016/1663 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: