(directions) ને ગ્રાહક ફ્રેંડલી બનાવી
આર.બી.આઈ એ તેની સુવર્ણ મુદ્રીકરણ (monetisation) યોજના ના માસ્ટર નિર્દેશો ને
(directions) ને ગ્રાહક ફ્રેંડલી બનાવી
જાન્યુઆરી 21, 2016 આર.બી.આઈ એ તેની સુવર્ણ મુદ્રીકરણ (monetisation) યોજના ના માસ્ટર નિર્દેશો ને ભારતીય રિઝર્વ બેન્કે આજે તેની સુવર્ણ મુદ્રીકરણ (monetisation) યોજના ની માસ્ટર નિર્દેશો (directions) માં કેટલાક સુધારા કર્યા છે. ભારત સરકાર સાથે પરામર્શ કરીને, યોજના ને વધારે ગ્રાહક ફ્રેંડલી બનાવવા માટે સુધારા કરવા માં આવ્યા છે. ડિપોઝિટર્સ ડિપોઝિટ, મીડિયમ ટર્મ ડિપોઝિટ ના કિસ્સામાં નુન્યતમ 3 વર્ષ અને લોંગ ટર્મ ડિપોઝિટસ ના કિસ્સામાં નુન્યતમ 5 વર્ષ ના લોક-ઇન પેરિયડ બાદ મુદત પહેલાં પરત લઈ શકશે. પરંતુ મુદત પહેલં ડિપોઝિટ પરત લેવાના કિસ્સામાં, ડિપોઝિટ કેટલા સમય માટે રહી તેને આધારે નીચ વ્યાજ દર ના સ્વરૂપે દંડ લાગશે. મોટાપાયે સોનાનો જથ્થો ટેન્ડર કરવા ના કિસ્સામાં, સોનું રિફાઈનરીઓમાં જેમ ની પાસે પરીક્ષણ સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં સીધું જમા કરાવી શકશે. આનાથી કાચું સોનું જમા કરવાવનો અને તેના પર વ્યાજ મળવાનું ચાલુ થાય તે વચ્ચે નો સમય ગાળો ઓછો થશે. એ પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે સરકાર ભાગ લેનાર બેન્કો ને પ્રથમ વર્ષ માં કુલ 2.5% દલાલી (1.5% હેન્ડલિંગ ચાર્જ અને 1% દલાલી) આપશે પ્રતિસાદના આધારે યોજના ની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવશે જેથી કોઇ અમલ કરવવામાં કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ કરી યોજના ને વધુ ગ્રાહક ફ્રેંડલી બનાવી શકાય. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2015-2016/1724 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: