દેય આવકવેરાની રકમ ભારતીય રિઝર્વ બેંક અથવા પ્રાધિકૃત બેંકની શાખાઓમાં દેય તારીખથી પહેલા ભરી દેવી
13 નવેમ્બર 2015 દેય આવકવેરાની રકમ ભારતીય રિઝર્વ બેંક અથવા ભારતીય રિઝર્વ બેંકે આવકવેરા કરદાતાઓને એપીલ કરી છે કે તેઓ તેમની આવકવેરાની દેય રકમ દેય તારીખથી પૂરતા સમય પહેલા જમા કરાવી દે. એમ પણ કહેવામાં આવ્યું છે કે કરદાતાઓ એજન્સી બેંકોની ચૂંટી કાઢેલી શાખાઓ અથવા આવી બેંકો દ્વારા પ્રસ્તુત ઓનલાઈન કર ચૂકવણી સુવિધા જેવી વૈકલ્પિક ચેનલોનો ઉપયોગ પણ કરી શકે છે. આનાથી રિઝર્વ બેંકના કાર્યાલયોમાં લાંબી કતારોમાં ઊભા રહેવાની અસુવિધાથી બચી શકાશે. એમ જોવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકના માધ્યમથી આવકવેરાની દેય રકમોને જમા કરાવવા માટેની ભીડ પ્રત્યેક વર્ષમાં ડિસેમ્બર મહિનાના અંતમાં ઘણી જ વધારે રહેતી હોય છે અને રિઝર્વ બેંક માટે રસીદ જારી કરવાના દબાણને નિપટવાનું કાર્ય પણ કઠીન થઈ જાય છે, તેમ છતાં પણ આ પ્રયોજન માટે અધિકતર સંખ્યામાં શક્ય એટલા વધુ કાઉન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઓગણત્રીસ એજન્સી બેંકોને આવકવેરાની દેય રકમની ચૂકવણીનો સ્વીકાર કરવા માટે પ્રાધિકૃત કરવામાં આવી છે. આ બેંકો નીચે મુજબ છે:
અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/1142 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: